Saturday 13 August 2016

બુધ્ધમ શરણમ ગચ્છામી દલિતસ્થાન જીંદાબાદ જય ભીમ

READY TO UNA...JAY...JAY...JAY...BHIM




બુધ્ધમ શરણમ ગચ્છામી         દલિતસ્થાન જીંદાબાદ                   જય ભીમ

ઉનાના મોટા સમઢિયાળા ગામના ગરીબ, પામર અને શારીરિક રીતે નબમાં લોકોને આરબ દેશોમાં કે તાલિબાની  લોકોની જેમ  જે રીતે  મારવામાં આવી રહ્યા હતા, ત્યારે તો તેવું જ લાગી રહ્યુ હતુ કે આ  હિંદુસ્તાન તેમનાથી પણ જંગાલિયતમાં આગળ આવવા માંગી રહ્યુ છે. કેમ, જે લોકોના શરીરમાં હાડચામના કેકાણા ન હતા, તેમના ઉપર કાયદાના રક્ષીકનુ જ શસ્ત્ર બેરહમીથી મારવામાં આવી રહ્યુ હતુ. અને જે શસ્ત્ર જેના હાથમાં કાયદાકીય રીતે હોવું જોઈએ તે નમાલી પોલીસ આ નળમા પર શુરાઓ નો ખુની ખેલ જોઈ રહી હતી અને તે પણ ઉના પોલીસ સ્ટેશનના બરાબર સામે જે લોકો વારાફરતી પોલીસનો દંડો વારંવાર એકપછી એક હાથમાં લઈને મારી રહ્યા હતા ત્યારે તો તેઓ એમ જ સમજતા હતા કે તેઓ જે કરી રહ્યા છે તેની તેમની કાયદાકીય પરવાનગી મળી ગઈ છે અને તેઓ બહુ જ મોટી દેશસેવા કરી રહ્યા છે. આવું તાલીબાની ભયંકર ગુનાહિત કુત્ય કરનારાઓ કહેવાતા ગૌરક્ષકો કહેવામાં આવી રહ્યા છે.તેઓનુ કામ ફકત ગાયોની રક્ષા જ કરવાનુ છે. ગાયોને સારીરીતે રાખવાનુ નહી. ગાયો જાહેર રસ્તા પર ફરતી હોય છે, ત્યારે જાહેર રસ્તા વચ્ચે બેસીને આવનજાવનમાં રુકાવટ કરતી હોય છે ત્યારે, અને ખાવાલાયકપદાર્થ ન મળતા ટલાસ્ટીકની થેલીઓ ખાતી હોય છે ત્યારે, અને બિમાર ગાયો જે નબળાઈથી ચાલી પણ શકતી હોતી નથી ત્યારે, આ તમામ બાબતો વખતે ગૌરક્ષકો આંખ આડા કાન કરી લે છે. શુ આ બાબતો તેઓ જોતા નથી જાણતા નથી. ઘણા લોકો જાહેર માર્ગ પર ફરતા ઢોરોને કારણે અકસ્માતમાં મરી ગયા. જે લોકો આ વગરમોતે ઢોરોના કારણે મરી ગયા તેમના પરીવારને કોઈપણ પ્રકારની આર્થિક મદદ કરવા આ કહેવાતા ગૌરક્ષકો ગયા ન હતા. પરંતુ, જે લોકો ગરીબીના કારણે પરપંરાગત વ્યવસાયના ભાગરૂપે મરેલી ગાયની ખાલ નિકાળતા હતા તેવા બેહાલ, ગરીબ, અને સાવ પાંગળુ શરીર ધરાવતા ચર્મકારો પર બેરહેમીથી તુટી પડ્યા અને જે લોકો મરેલા ઢોરની ચામડી ઉતારીને તેને વેચીને બે પૈસા કમાઈને પોતાના પરીવારનુ પેટ ભરતા હતા. તેવા લોકોની જીવતેજીવ ચામડી જાહેરરોડ પર ઉતારવાના કામમાં લાગી ગયા. અને આ ધાતકી કૃત્યનુ શુટીગં કર્યું. જે પોતાનુ આ પરાક્રમ એક દસ્તાવેજી ફિલ્મ  રીલીગ્જ કરતા હોય તેમ તેને વાયરલ કર્યુ અને તેમ કરીને તેમણે બીજા કહેવાતા ગૌરક્ષકોને સંદેશો આપ્યો કે જોવો અમારી બહાદુરી અને  તમે પણ આ રીતે આવા અમાનુષી કૃત્યો કરવાનુ ચાલુ કરી દો. આ કહેવાના ગૌરક્ષકોએ જે રીતે ચર્મકારોને માર મારેલ છે તેવુ તો આરબ દેશોમાં કે તાલિબાની પ્રદેશોમાં પણ કોઈ વ્યક્તિઓને આ રીતે મારતા હોય તેવું બન્યુ નથી. ISIS વ્યક્તિઓના ગળા કાપીને મોત આપી દે છે. પરંતુ ઉનામાં તો જીવતે જીવ ચામડી ઉતારવાનુ ભયકંર ગુનાહિત, અમાનુષી કુત્ય થયુ જે જોઈને સભ્યાસમાજ કંપી ઉકયો, અને દલિતસમાજ રડી પડયો, ને દુનિયાના દેશોના લોકોએ ફરીથી માની લીધુ દે ભારત મદારીઓનો દેશ હતો અને રહેશે.

        પહેલાના વખતમાં રાજાઓ ગૌરક્ષા માટે પોતાના જીવનનુ બલિદાન આપી દેતા હતા. ગાયોને સારીરીતે રાખતા હતા. ગાયો દાનમાં આપતા હતા અને સાચા અંશે તેમના માટે ગાયો માતા સમાન હતી, પરંતુ ગૌરક્ષકોનુ લેખલ લગાવીને ફરતા આ કહેવાતા ગૌરક્ષકો હકિકતમાં ગાયોના રક્ષણકર્તા બનીને શુ કરી રહ્યા છે તે જાણજો, જહાજોમાં માંસમટન બીજા દેશોમાં જાય છે, ત્યાં આ જહાજોમાં ગૌમાંસ તો નથી ને, તેવી માંગણી કરતા અને આ જહાજોના માલિકો તપાસમાં દિવસો થાય અને માંસમટન સડી જાય અથવા તો જે તે FSL માં ભેંસના માંસને પણ ગૌમાંસ જાહેર કરાવી તોડબાજી કરાવી. તેવુ આ કહેવાતા ગૌરક્ષકો કરે છે. બધા ગૌરક્ષકો તેવા નથી જે ખરેખર ગૌરક્ષકો છે તે તેમના માનવતાવાદી કામની જાહેરાતો કરતા નથી.

        ભારતમાં હજારો વર્ષોથી પરપરાંગત વ્યવસાય કઈ કઈ કોમ કરે છે તે વિષે બધા જ માહિતગાર છે.આપણા દેશમાં તો જે જાતિમાં તમારો જન્મ થયો તે કામ તમારે જ કરવાનુ તે નક્કી થઈ જાય છે. સર્વણકોમમાં જન્મ થયો તો તમારે અમુક ગંદા કામો તો કરવાના જ નહી .તેવુ જન્મજાત સુખ લઈને જ જીવનભર સર્વણ રહેવાનુ અને જે લોકો દલિતજાતિમાં જન્મે છે તેમના માથે તો આ કામ સાથે સંકળાયેલા છે તેવુ લેબલ આપોઆપ લાગી જાય છે. દલિતોને સખતરીતે એવુ ઠસાવી દીધુ છે કે તમો તો આ જાતિના જ  છોને તમે તો આ કામ કરો છો ને. તે ઉપરાંત આર્થિક રીતે જે થોડો ઘણો લાભ ગરીબ દલિતને મળતો  હોય છે તેથી તે પણ અમુક ગંદા કામો (શ્રવણોની નજરે) કરી રાખે છે. જેમ કે ચર્મકારો મરેલા ઢોરની ખાલ ઉતારીને તેને વેચીને પોતાના પરીવારનુ ગુજરાન ચલાવે છે. આ કામ દલિતો લગભગ બે હજાર વર્ષથી જ કરતા આવ્યા છે તે વિષે આપણે જાણીશુ.

        તથાગત બુધ્ધ ભગવાને બૌધ્ધધર્મ નો ફેલાવો શરૂ કરતા ઘણા લોકો બૌધ્ધ બનવા લાગેલ અને ઈ.સ. પૂર્વ 200 વર્ષના વખતમાં બૌધ્ધોની સંખ્યા ખુબ જ થઈ ગઈ હતી. તેઓ રાજકીય રીતે અને આર્થિક રીત ખુબ જ આગળ આવી ગયેલ હતા. તથાગત બુધ્ધે હિંદુ ધર્મમાં રહેલા અમુક દુષણો જેવા કે અંધશ્રધ્ધા,મૂર્તિપૂજા, પ્રાણીઓની બલિ જાતિ વ્યવસ્થા આભદછેટ  વગેરે દુર કરવા બૌધ્ધ ધર્મની સ્થાપના કરી હતી અને તેનો ફેલાવો થતા બૌધ્ધ ધર્મ રાજયાશ્રય પામ્યો હતો પહેલાના સમયમાં જે ધર્મ રાજયાશ્રય પામે તે રાજ કરે તેવુ હતુ. મહાન સમ્રાટ ચંદગ્રપ્ત મૌર્ય બૌધ્ધ ધર્મના અનુયાયી હતા અને તે મુજબ તેમના રાજયમાં બૌધ્ધ ધર્માઓ ઉંચા સ્થાન ઉપર બિરાજમાન થઈ ગયા અને જે બૌધ્ધધર્મ અંગિકાર કરતા હતા તેમને આપોઆપ જ બહુમાન  મળતુ અને તે રીતે અખંડ ભારતમાં બૌધ્ધ શાસનનો ફેલાવો થતો ગયો અને બૌધ્ધ શાસન સદીઓ સુધી અસ્તિત્વમાં રહ્યુ અને બૌધ્ધ શાસકોએ તથા તેમના અનુયાયને અનેક ઈમારતો, ગુફાઓ, શિલ્પ સ્થાપત્યનુ નિર્માણ કર્યુ. અફધાનિસ્તાનમા બામિયાન ખાતે બુધ્ધ ભગવાનની વિરાટ પ્રતિમાં ત્યાના આતંકવાદીઓએ ખંડીત કરી દીધી. તે ઉપરાંત પૂરા અખંડ ભારતમાં બૌધ્ધ શિલ્પ સ્થાપત્ય કેટલીયે  જગ્યાએ છે. જે સાબિત કરે છે. કે ઈ.સ. પૂર્વ બૌધ્ધશાસન કેટલુ વિશાળ અને મોભાદાર હતુ. ચંદૂગ્રપ્ત મૌર્ય પછી આવેલા શાસકો નબળં પડતા ફરીથી હિંદુ સમાજ સતા પર આવવા લાગ્યો અને રાજયાશ્રય પામતા બૌધ્ધો ઉપર અત્યાચાર થવા લાગ્યા. અને તેમને અળગા રાખવામાં આવ્યા. નગરમાંથી હાકી કાઢવામાં આવ્યા અને તેમનો રીતસર બહિષ્કાર કરી દેવામાં આવ્યો. તે વખતે બૌધ્ધ સાધુનેઓ ને થેર કહેવાતા અને બૌધ્ધ સાધવીઓને થેરી કહેવાતી,અને આ શબ્દ થેર અપભ્રંશ થઈને કાળક્રમે ઢેડ શબ્દ બોલચાલમાં અપમાનજનકરીતે બોલવામાં આવવા લાગ્યો, આ બૌધ્ધોને અળગા કરી દેવામાં આવતા, તેમનો બહિષ્કાર કરી દેવાતા અને તેમને નગરમાંથી હાંકી કાઢવામાં આવતા તેઓ નગરથી દુર છેવાડે રહેતા, ને મરવાના વાંકે જ તેમને દુર કરી દેવામાં આવતા, જીવન નિર્વાહ માટે તેઓએ જંગલી કંદમુળ તથા જંગલની ખાધ પેદાશો પર આધાર રાખવો પડતો. પરંતુ નગરમાં મરી ગયેલા ઢોરોનો નિકાળ કરવાનુ કામ તેમના પર થોપી દેવાનો આદેશ કરવામાં આવ્યો. તેઓએ ના છુટકે તે કામ કરવાનુ સ્વીકાર્યુ. કદાચ તેઓએ એમ માની લીધુ હશે કે મરેલા ઢોરનુ ચામડુ તો આપણને કામમાં આવશે. અને તે પછી તેઓ અન્ય સ્થાયી થતા ગયા. પરંતુ જેઓને આ કામ કરવાનુ જીવિકા માટે સ્વીકારી લીધુ તેમનો પરપરાંગત વ્યવસાય બની ગયો અને તેમાંથી તેઓ ગુજરાન, ચલાવતા થયા અને તે લોકો આજના ચર્મકારો તરીકે ઓળખાયા.આજે બૌધ્ધશાશન ચીન, જાપાન, થાઈલેન્ડ જેવા ધણા દેશોમાં છે. અને ડૉ. બાબાસાહેબે આંબેડકરે પણ સુધારાવાદી બૌધ્ધ ધર્મ અપનાવેલ છે. ભારતમાં લાખો લોકો બૌધ્ધર્ધર્મી છે. તાજેતરમાં આત્મહત્યા કરનાર દલિત વિધાર્થી રોહિત વેમુલાના માતા અને ભાઈએ બૌધ્ધ ધર્મ અંગિકાર કરેલ છે

        હજારો વર્ષથી દલિતો પર અત્યાચાર ગુજારવામાં આવી રહેલ છે. આ જોઈને ડૉ. બાબાસાહેબે અલગ દલિતસ્થાન ની માંગણી કરેલ. પરંતુ ગાંધીજીએ તે માંગણી અટકાવવા ઉપવાસ પર બેસીને અલગ દલિતસ્થાનનો વિશેધ કરેલ . ડૉ. બાબાસાહેબે ગાંધીજીના હટાગ્રહ ને માન આપી અલગ દલિતસ્થાનની માંગણી પાછી ખેચી લીધી. ગાંધીજીને લાગ્યુ હશે કે અલગ દલિતસ્થાન બનશે અને દલિતો અલગ થઈ જશે તો અમુક ગંદા કામો કોણ કરશે. છેવટે અલગ દલિતસ્થાનના બદલે સતામાં, નોકરીઓમાં પ્રતિનિધિત્વ મળે તે માટે અનામતપ્રથા અમલમાં આવી. ભારતના ભાગલા વખતે ગાંધીજીએ જોઈએ તેટલો વિરોધ કરેલ ન હતો. તેમને તો ભારતના દલિતોને દલિત તરીકે સમાજના ગુલામ તરીકે જ રાખવામાં રસ હતો.અને ડૉ. બાબસાહેબે અપાવેલ અનામત કોઈ ભીખમાં આપવામાં આવી નથી. દલિતો ઉપર હજારો વર્ષના અત્યાચાર, શોષણ અને ત્રાસ કારણે અલગ દલિતસ્થાનના બદલામાં આપવામાં આવેલ છે. દલિતોને આપેલ અનામત આંખમાં કણાની માફક ખુંચતી હોય તો અનામત રદ કરી નાખો અને દલિતોને અલગ દલિતસ્થાન આપી દો, અને પછી સાફસફાઈના અને ગંદા કામો તમારી જાતે કરજો અને જે આવા કામો કરે તેમને તમે દલિત શબ્દથી નવાજશો

        ભગવાને કે જેણે પણ આ દુનિયા બનાવી તેણે નક્કી કરીને આપેલ ન હતુ કે તમે રાજ કરજો, તમે વેપાર કરજો, તમે કર્મકાંડ કરજો, અને તમે બાકીના ઉપરોકત સર્વણોની સેવા કરજો. તેમની સાફસફાઈ કરજો, તેમનુ ગદું ઉપાડજો. હકિકતમાં સુષ્ટિની રચના થઈ અને માણસ સભ્ય બનવાની દિશામા આગળ વધ્યો અને તે વખતે માનો કે, એક જ પરિવારમાં 4 થી 5 સગા ભાઈઓમાંથી જેને બીજા પર સતા કરવાની, આક્રમકતા બતાવવાની, બીજને શેહમાં રાખવાની આવડત આવી તો તે શાશક બન્યો, યૌધ્ધો બન્યો, જેનામાં વેપાર કરવાની આવડત આવી તે વેપારી બન્યો અને જેને ભગવાન કે કુદરત જેવી સર્વશક્તિમાન વ્યક્તિ કોઈ છે, તેમ માંની તેની પૂજાપાઠ કરવા લાગી અમે તે કર્મકાંડી બન્યો. જેને અનાજ ઉગાડવાની આવડત હતી તે ખેડુત બન્યો અને જે ભાઈ ધરમાં સાફસફાઈ કરતો કે ધરમાં જીવજંતુ મરી જતુ તેને દુર કરવા બીજા ભાઈઓને સુગ ચડતી તેથી જે ભાઈએ આ ગંદકી દુર કરી તેના ભાગે તે જ કામ કરાવવામાં આવતુ અને કાળક્રમે તેમના વંશજો, જે કામ કરતા તે કામથી ઓળખવામાં આવ્યા. જે ચોખ્ખુ કામ કરતા હતા, તે સર્વણો ગણાવવા લાગ્યા. જે બળવાન હતા. અંદરો અંદર યુધ્ધો કરતા હતા તે શાસન ચલાવવા લાગ્યા. જે દુકાનમાં બેઠાબેકા અનાજ-વસ્તુઓનો વેપાર કરતા હતા નાણાંવટી-વેપારી બની ગયા. કર્મકાંડીઓ ભગવાનની  પૂજાપાઠ કરવા લાગ્યા અને જેને ખેતીકામ આવડતુ હતુ. તે જમીનોના માલિક બની ગયા અને અનાજ વેચીને પૈસાદાર બની ગયા. સતા, નાણાં, વસ્તુઓ જમીનોના લીધે સર્વણ બની ગયા. પરંતુ આ બધાને એટલે કે અમુક કામો માટે તો માણસો જોઈએ જેવા કે સાફસફાઈ, ખેતીકામ, માલની હેરાફેરી, મરેલા ઢોર ઉપાડવા જેવા કામો જે કરતા હતા. તેમને તેમણે દલિત બનાવી દીધા. તેમનામાં હજારો વર્ષથી એટલી માનવતા કે દયા ન આવી કે આવા કામ જો આ લોકો ન કરતા હોત તો આપણા મહેલો, ધર, ગોદામો, શેરી રસ્તા, ખેતરો ચોખ્ખા કેવી રીતે રહી શક્યા હોત, આવા માનવતાવાદી કામ કરતા  લોકોને સારીરીતે  રહેવા. સારુ ખાવા, સારી રીતે કપડાલ પણ પહેરવા ન આ આપ્યા. જો આપ્યા હોત તો તેઓ પણ સુધરી જાત અને તેઓ પણ સર્વણ બની જાત. તેથી હજારો વર્ષોથી તેમને તે જ હાલતમાં રહેવા દીધા છે. રહેવા તો દીધા ભલે પણ તેમના પર અત્યાચારો પણ કરવા લાગ્યા. તેઓને નબળા જ બનાવી આવ્યા અને તેમને અપમાનજનક નામથી સંબોધવામાં આવ્યા. હરિજન, દલિત, ઢેડા, બીસી વગેરે નામથી જ દલિતસમાજનો ઉલ્લેખ થાય છે. સવર્ણ સમાજ અંદરઅંદર વાતો કરતો હોય તો ગમે તેવો દલિત વ્યકિત જે શિક્ષિત હોય, સારો હોય, સારો હોદો ધરાવતો હોય તો પણ તેને અપમાનજનક ઓળખાણ તો આપી જ દે છે. ગામડાઓમાં હજુ પણ દલિતસમાજની સાથે આભડછેટ થાય છે. અમુક ગામડાઓમાં તો દલિત વ્યક્તિ શર્ટ ઈન કરે તો પણ તેને મારવામાં આવે છે. સારા પ્રસંગે ઢોલ વગાડવામાં દેવામાં આવતો નથી. માથે ટોપી પહેરવી જોઈએ તેવુ દબાણ થાય છે. મંદિરોમાં પ્રવેશ કરવામાં દેવામાં આવતો નથી. 21/5/2016 ના રોજ ઉતરાખંડમાં શિલગુરમાં સાસંદ તરુણ વિજય પર હુમલો કરી લોહીલુહાણ કરી દેવામાં આવ્યા. ભારતના એક સસંદસભ્ય પર હુમલો થાય તો ગામડાના અબુધ દલિતોને તો શુ મંદિરમાં કે, ગામના કુવે,પાણી પણ ભરવા દેવામાં આવતુ નથી, સારા પ્રસંગોમાં આવવા દેવાની માનવતા સર્વણોમાં આવી શકે કે કયારેય આવશે. ભૂમાતા બ્રિગેડ મહિલાઓને મંદિરમાં જવા આંદોલન કરે છે તો તેઓએ દલિતોને મંદિરોમાં પ્રવેશ અપાવવા આંદોલન કરવા જોઈએ.......

         આજે પણ ગુજરાતના અમુક ગામોના નામ અપમાનજનક છે. જેવા કે, જામનગરમાં ઢેઢખુણાનેસ, ઢેઢીઓનેસ, ઢેઢ ખિજડીયા, રાજકોટમાં ઢેઢુકી, ભાવનગરમાં ચમારડી. સુરેન્દ્રનગરમાં ઢેઢુકી, કચ્છ લખપતમાં ઢેઢપરા, ઢેઢડી, સાણદમાં વાસણા ઢેઢાણ, વિરમગામમાં ઢેઢાસણ, બાવળાંમા ઢેઢાળ, ઝાલોદમાં ઢેડિયા, ઢેડિયાનો નાળો, ડીસામાં-ઢેઢાલ. આ તમામ ગામોના નામ અસ્પુસ્યતાની ચાડી ખાય છે. અને અપમાન જનક છે. ધણી રજુઆતો પછી પણ આ ગામોના નામ બદલવામાં આવતા નથી. હું વ્યવસાથે વકીલ છુ મારા ત્યાં સૌરાષ્ટનાં એક બહેન જે દલિતસમાજની ન હોવા છતાં તેમનુ નામ ઢેડીબેન હતુ. જો દલિતસમાજની વ્યક્તિ ન હોવા છતાં તે માજી નું નામ ઢેડીબેન છે અને તેમનુ નામ પાકટ ઉંમર સુધી બદલવામાં આવ્યુ ન હોય કે બદલાવાની તસ્દી ન લેવામાં આવી હોય તો દલિતોના અપમાનજનક સંબોધનો કે ગામના નામો બદલવાની તસ્દી, માનસિકતા કોણ લેશે. ગાંધીનગરનાં એક મંદિરમાં ધી ચઢાવવાની બાધા દલિતોએ રાખી હોય તો તે ધી સ્વીકારવામાં આવતુ નથી. અમૂલ જેવી ડેરીનુ પેટીપેક પાઉચ પણ સ્વીકારવામાં આવતુ નથી. તેવું પાઉચ અલગ મુકવાની જગ્યા ફાળવવામાં આવી છે. દુનિયા સુધરતી જાય છે. અમેરિકામાં પણ કાળાગોરાનો ભેદ લગબગ નાબુદ થઈ ગયો છે. અમેરિકા જેવા દેશના પ્રેસિડેન્ટ અસ્વેત વ્યક્તિ છે. પરંતુ ભારતમાં હજુ પણ અસ્પુસ્યાતા નાબુદ થતી નથી. કાયદાઓ બને છે પણ તેનો અમલ કરનાર પણ આખરે તો સર્વણ જ ને જયા તેમની માનસિકતા બદલાતી નથી તો પ્રજાની માનસિકતા કંઈ રીતે બદલાશે?

        ભારતમાં દલિતોની વસ્તી 16.6 ટકા જેટલી છે. નાગાલેન્ડ, લક્ષદિપ,અંદમાન નિકોબારમાં દલિતો નથી. ઉચ્ચ હોદાઓ પર નામમાત્રના દલિત અધિકારીઓ છે. અનામત પ્રમાણે 15 ટકા અધિકારીઓ હોવા જોઈઓ. 149 સેક્રેટરી જેવા હોદા પર કોઈ જ દલિત નથી. 108 એડિશનલ સેક્રેટરીમાં માત્ર 2 દલિત છે. 477 જોઈન્ટ સેક્રેટરીમાં માત્ર 31 દલિત છે. અભ્યાસમાં માત્ર 4 ટકા દલિત ગ્રેજ્યુએટ છે 12 ટકા દલિત બાળકના 5 વર્ષ સુધીમાં કુપોષણને કારણે મરણ થાય છે. સરકારી નોકરીઓમાં 80 ટકા દલિતો ગુપ-ડી અને ગુપ-સી ની નોકરીઓમાં હતા. જેને છઠઠા પગારપંચ બાદ સરકારે ગ્રેડ-3 કર્યો છે. પટાવાળા, સફાઈકામદાર, ઓફિસબોય, કલાર્ક, ડેટા ઓપરેટર જેવા 80 ટકા કર્મચારીઓ કોન્ટ્રાકટ પર રાખવામાં આવ્યા છે જેથી સરકારે જયાંથી સૌથી વધુ દલિતો નોકરીઓમાં પ્રવેશતા હતા ને તમામ દરવાજા બંધ કરી દીધા છે ભારત સરકારના પૂર્વ જોઈન્ટ સેક્રેટરીઓ.પી. શુકલાના જણાવ્યા મુજબ. ગામડામાં 45 ટકા દલિતો જમીન વિહોણા છે. 49 ટકા દલિતો ખેતમજુરો છે. 100 ટકા સફાઈકામદાર લગબગ દલિત જ છે (સાફસફાઈના કામકાજ સિવિલ હોસ્પીટલ અમદાવાદ, વી.એસ.હોસ્પીટલ, વગેરે જેવી હોસ્પીટલ, સરાકરી કચેરીઓમાં સાફસફાઈ દલિતો કોન્ટ્રાકટ ઉપર રખાય છે અને તેના કોન્ટ્રાકટરો બિન-દલિત હોય છે ભારતમાં 21 ટકા દલિત મહિલાઓ સાથે દર સપ્તારે દુષ્કર્મ થાય છે. દર અકવાટિયે 13 દલિતોના ધર બાળી દેવામાં આવે છે. બંધક બનાવી દેવામાં આવે છે. 20.5 દલિતો ઉતરપ્રદેશમાં છે. 73 સરકારી વિભાગોમાં દલિતોના 25037 હોદા ખાલી છે. 4518 હોદા પ્રમોશન નહી થવાના કારણે ખાલી છે. સરકારી નોકરીઓના કારણે દલિતો થોડાધણા આગળ આવ્યા છે તેવુ જાણીને સરકારી નોકરીઓમાં રોક લગાવી દેવામાં આવી રહ્યો છે. અનામત કવોટા મુજબ હજુ પણ નોકરીઓમાં ભરતી કરવામાં આવતી નથી. ફિકસ પગારમાં લધુતમ વેતનમાં નોકરી કરવી હોય તો કરો તેવી નિતિ હકિકતમાં દલિતો નોકરીઓથી દુર થાય તેવી રાજરમત જ છે. 2001 ના સેન્સસમાં દલિતોની વસ્તી 16.66 કરોડ હતી.

        ગુજરાત રાજ્યમાં એટ્રોસીટીના 4578 કેસ પેન્ડીંગ છે. 205ની ચાર્જસીટ બાકી છે. કન્વીકશન રેટ ફકત 8 ટકા  જ છે. રાજસ્થાનમાં એટ્રોસીટી એકટ મુજબ સજાનો દર 40.39 છે. જ્યારે ગુજરાતમાં ફકત 9.30 જ છે. 2011 માં ગુજરાતમાં 2.10 ટકા જ્યારે રાજસ્થાનમાં 45.07 ટકા આરોપીઓને સજા થઈ હતી. 2012માં રાજસ્થાનમાં એટ્રોસીટી આરોપીઓને સજાનો દર 41 ટકા જ્યારે ગુજરાતમાં ફકત 7.80 ટકા જ આમ, રાજસ્થાનમાં દલિત અત્યાચાર વધુ પડતા છે. મોદીરાજમાં 2014માં 2233 દલિત મહિલાઓ પર બળાત્કાર થયા છે.2013 માં 2073 મહિલાઓ,ઉપર 2012માં 1576, મહિલાઓ,ઉપર 2011માં 1557 મહિલાઓ,ઉપર બળાત્કાર થયા દલિતોને અડવામા આભડછેટ માનતા લોકો દલિત મહિલાઓ પર બળાત્કાર કરવામાં અભડાતા નથી. શરમાતા નથી.  કે માનવતા જાળવતા નથી. દલિતો ઉપર અત્યાચાર કરનારાઓ કાયરો છે તેઓ તેમના જેવા સમાન વ્યક્તિને કયારેય તુંકારો પણ કરી શકવાની હિંમત કરતા નથી. ફકત દલિતો ઉપર જ અત્યાચાર કરવામાં બહાદુરી સમજે છે. નબળા પર શુરા થવા જાય છે.

        ઉનામાં દલિલોને મારનારા આવુ અમાનુષી કુત્ય કરવામાં તેમની બહાદુરી સમજે છે અને તેમને આવુ કરવાની કોઈએ સતા આપી છે તેવુ વિડિયોમાં લાગી રહ્યુ છે. તે પણ પોલિસ સ્ટેશન સામે પોલિસે પણ કંઈ કર્યુ નહી, પુછયુ પણ નહી કે દલિતોએ શુ ગુનો કર્યો છે અને કંઈ અદાલતે આ ગુનાની સજા તમને કહી દીધી અને તેનો તમે અમલ કરવા લાગ્યા અને તે અત્યાચારનો વિડિયો પણ બિન્દાસ ઉતાર્યો અને વાયરલ પણ કર્યો. દલિતોને મારવાના કેફમાં તમો એ પણ ભુલી ગયા કે તમે એક મજબુત પુરાવો ઉભો કરી રહ્યા છો જે પૂરાવો તમને સખત સજા કરાવી શકશે અને દલિતોને સંગઠિત થવામાં સહાયભૂત થશે. ઉના દલિત અત્યાચાર તમારો ઉંટના માથે તણખલુ સાબિત થશે. જો કે ઉના બાદ પણ દલિત અત્યાચાર થયા છે. એક ગામમાં દલિતોનો બહિષ્કાર કરવામાં આવ્યો. સુરતમાં તા.24/07/2016નાં રોજ પોલિસ દવારા મહેન્દ્ર ગમન મકવાણાનુ એન્કાઉન્ટર કરવામાં આવ્યુ છે. અમરેલીમાં પોલિસ કોન્ટટેબલના મૃત્યુ બાબતો 700 દલિતો પર FIR નોંધવામાં આવી છે. એક દલિતને હત્યાના આરોપસર પકડવામાં આવેલ છે કેજરીવાલે તેની મુલાકાત કરી. કદાચ તે જાણવા માટે કે તે નિર્દોષ છે કે તેને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે.

        ઉનાના દલિત અત્યાચાર બાદ રાજકીય નેતાઓએ મુલાકાતો લીધી. રાહુલગાંધી જે આત્મીયતાથી પીડિતોને તે જોઈ ધણા દુ:ખી થઈ ગયા. દલિતોને આત્મીયતાતેમની  ધણી જ ગમી ગઈ. પિડિતોની ખબર કંઈ રીતે કાઢવી તે રાહુલગાંધીએ શિખવ્યુ. પિડિતોની ખબર અતંર દરબાર ભરીને કાઢવાની ના હોય. પિડિતોના માથે હાથ મુકવો પડે, તેમની ચા પીવી પડે. થેન્કસ રાહુલગાંધી (કોગ્રેસના વખાણ કે કોઈપણ પાર્ટી માટે નહી) માયાવતી પણ આવી ગયા. ધણા રાષ્ટીય નેતાઓ આવી ગયા. બધા રાજકારણીઓ એકબીજાની  બાબતે ફકત ટીકા કરે છે, પરંતુ ઉના પિડિતોને નકકર ન્યાય મળશે તેની ખાત્રી આપતા નિવેદન કરતા નથી. દલિતો માટે તમારી એકબીજાની અંદરઅંદરની ટીકા-ટીપ્પણી કરતા ન્યાયનુ મહત્વ વધુ છે.

        ખેર, હિંદુસ્તાનમાં દલિતો ઉપર અતાયચાર થતા જ રહેશે. કેમ કે જયાં સુધી દલિતોને માણસ સમજવાની માનસિકતા આવશે નહી ત્યાં સુધી આવી પરિસ્થિતિ રહેવાની જ છે. દલિતો ઉપર થતા અત્યાચારમાં સૌથી મોટો વાંક જે તે શાસકપક્ષનો જ હોય છે. દલિત અત્યાચાર રોકવા માટેના કાયદાઓનો સારી રીતે અમલ થતો નથી કે અમલ કરવાની માનસિકતા જ નથી. સરકારે સખતરીતે આવા અત્યાચારો અટકાવવા પગલા ભરવા જોઈએ. એટ્રોસીટી એકટ બનાવેલ છે. જે પણ થોડોધણો અંશે ખામીયુક્ત છે.

        સરકારે દલિતો પર થતા અત્યાતચારો સખતરીતે દબાવી દેવા જોઈએ. ગુનેગારોને સખતમાં સખત સજા આપવી જોઈએ દલિતો પર થતા અત્યાચારો રોકવા દલિત સમાજ વતી હું થોડા સુચનો સરકારશ્રીને આપવા માંગુ છું. જે નીચે મુજબ છે..

(1) દરેક શહેરના જાહેર માર્ગ તથા ગામડાઓમાં દલિત વ્યક્તિ સાથે જાતિગત અત્યાચાર અપમાન કરવામાં આવશે તો તેની કાયદાકીય સજા શુ થશે તે બાબતના સાઈનબોર્ડ લગાવવામાં આવે. જે બોર્ડને કોઈ તોડે કે નુકશાન ન કરે તે રીતે લગાવવામાં આવે.

(2) દલિતો પર થતા અત્યાચાર રોકવા દરેક શહેરમાં અલગ પોલિસ સ્ટેશન સ્થાપવામાં આવે જે ફકત આવા અત્યાચારો રોકવા માટેની જ કાર્યવાહી કરે અને તેમાં દલિત પોલિસકર્મીઓની નિમણુકં કરવામાં આવે ને ઉપરાંત એક હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવે જે  નંબર ઉપર ફોન કરવાથી તાત્કાલિક પોલિસ જે તે સ્થળે જઈને આવા અત્યાચાર રોકે.ગામડાઓમાં હજુ પણ જે આભડછેટ રાખવામાં આવે છે. અનામત કવોટા મુજબ જે પણ જગ્યાઓમાં ભરતી થતી નથી તે તાત્કાલિક ભરી દેવામાં આવે. દલિતોને ફિકસ પગારમાં રાખવાની જોગવાઈ રદ કરી. પૂર્ણ વેતનમાં નોકરીઓ આપવી જોઈએ. કેમ કે દલિતસમાજને અપાતી ધણી ખરી નોકરીઓમાં જે કામગીરી કરાવવામાં આવે છે તે ફીકસ વેતનને લાયક નથી.

        ગામડાઓમાં હજુ પણ જે આભડછેટ રાખવામાં આવે છે. તે દુર કરવી જોઈએ હજુ પણ ગામડાઓમાં મંદિરોમાં દલિતોને પ્રવેશ આપવામાં આવતો નથી. જાહેર કુવાઓમાંથી પાણી ભરવા દેવમાં આવતુ નથી. સારા કપડા પહેરવામાં પણ રોક લગાવવામાં આવે છે. આવા અત્યાચાર જે પણ ગામડામાં  થતા હોત તેવા ગામોમાં કાયદાકીય જોગવાઈઓનો કડકપણે અમલ કરવો જોઈએ. તથા આવા ગામડાઓના  નામો જાહેર કરીને તેવા ગામડાઓમાં રહેતી તમામ વ્યક્તિઓ પર દર મહિને દંડની રકમ નક્કી કરી તે રકમ દલિતોના ઉત્થાનમાં, વિકાસ માટે વાપરવી જે દુકાનો દલિતોના વાળ કાપવાની આનાકાની કરે છે તેવી દુકાનોને તાત્કાલિક સીલ મારી દેવામાં આવે. જે મંદિરોમાં દલિતોને પ્રવેશ નથી અપાતો તેવા મંદિરોના સંચાલકો ઉપર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને તેઓ દલિતોને પ્રવેશતા રોકશે નહિ તેવી બાંહેધરી તેમની પાસેથી લેવી જોઈએ. ગામડાઓમાં રમશાનગૃહ એક જ હોવુ જોઈએ.

        દલિતો હવે મરેલા ઢોર ઉંચકવાની કામગીરી કરશે નહિ તેવુ ઉનાકાંડ પછી નક્કી થયેલ છે. તેથી સરકારે તાત્કાલિક રીતે આવા કામ સાથે સંકળાયેલ વ્યક્તિઓને સરકારી નોકરી આપવી જોઈએ. નહી તો આ કામ કરતા દલિતો ભૂખએ મરશે અથવા તો આત્મહત્યા કરશે. તો તેની જવાબદારી સરકારની રહેશે. જે તે જિલ્લા કલેકટરની રહેશે. શહેરોમાં જેમ સાફસફાઈ કરતા કર્મચારીઓ દલિત હોય છે અને તેના કોન્ટ્રાકટરો બિન-દલિત હોય છે. તેવુ ગામડાઓમાં મરેલા ઢોરો ઉંચકવાના કોન્ટ્રાકટ સરકાર દવારા ચાલુ નહી થાય તેની બાંહેધરી કાયદાકી રીતે સરકારે આપવી પડશે. શહેરમાં કચરાનો નિકાલ થાય છે તે રીતે જ મરેલા ઢોરોનો નિકાલ થશે. જો આવા કામના કોન્ટ્રાકટ આપવામાં આવશે તો કોન્ટ્રાકટરો મરેલા ઢોરના ચામડા ઉતારવા દલિતોને જ મજુરી પર રાખીને તેમનુ શોષણ કરશે. દલિતોને ગુજરાન ચલાવવા નાછુટકે પણ આ કામ કરવાની મજબૂરી ઉત્પન્ન થશે.

        સરકારી કચેરીઓમાં પણ દલિતો પ્રાત્યે ભેદભાવ રાખવામાં આવે છે. તેવા ભેદભાવ પર નજર રાખવા વિજીલન્સ ઓફિસર તરીકે દલિત અધિકારીની નિમણુક કરવામાં આવે.

અનામત કવોટા મુજબ ધારાસભ્યો ચુંટાય છે. પરંતુ મંત્રી તરીકે ફકત એક જ ખાતુ દલિતને આપી દેવામાં આવે છે. કમ સે કમ ત્રણથી ચાર મંત્રીઓ દલિત હોવા જોઈએ.

જેમ ખેત ઉપજ દેશનુ અર્થતત્રં મજબુત રાખે છે. મરેલા ઢોરની ખાલ અનેકરીતે ઉપયોગી હોય છે. ચામડાની બનાવટો મજબુત અને ટકાઉ હોય છે. તેની બનાવટોનો ભાવ પણ ઉંચો હોય છે. જો દલિતો આ કામ છોડી દેશે  તો તુવેરદાળની જેમ ચામડુ પણ સરકારે આયાત કરવુ પડશે. દલિતોની રોજગારી પર આફત આવશે સરવાળે સરકારને તથા સમાજને નુકશાન જ છે. શુ સરકાર કતલખાના ખોલવા લોનો આપે છે, જમીન આપે છે તે રીતે મરેલા ઢોરની ખાલ ઉતારવાનુ એક અલગ ખાતુ ખોલી ફેકટરીની માફક જ દરેક તાલુકાએ વિશાળ જમીન ઉપર આવી કામગીરી કરતા શેડ બાંધીને મરેલા ઢોરની ખાલ ઉતારી આપતા નિપુણ દલિતોને સરકારી નિયમ મુજબ પૂર્ણ વેતનથી નોકરી પર રાખે અને મરેલા ઢોરલા ઉપાડી લાવવાની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થ ઉભી કરે અને તેનો ખર્ચ જે તે ઢોર માલિકો પાસેથી લેવામાં આવે. મરેલા ઢોરની ખાલ ઉતારવી તે પણ એક કળા છે. ચામડામાં કાણુ ન પડે તે રીતે ખાલ ઉતારવી તે કામગીરી ગામડાઓમાં અમુક દલિતો જ કરી શકે છે. તમામ સમાજ આ કામમાં સંકળાયેલ નથી. દરેક ગામાં એક કે બે પરિવાર જ આ કામગીરી કરે છે જે થોડાધણા પરિવારોમાંથી જે વ્યક્તિ આ કામા નિપુણ છે તે જ આ કામ કરે છે. તેમના પછી આ કડા પણ લુપ્ત થશે. અને અગાઉ કહ્યુ તેમ જ ચામડાની આયાત ભારત દેશે તુવેરદાળની જેમજ કરવી પડશે. જો આવી કોઈ વ્યવસ્થા સરકાર તરફથી શરૂ કરવામાં આવે તો જ દલિતોએ આ વ્યવસાય કરવો. જો આર્થિકલાભ ની અને માન-સન્માન મળે અને આ કામ કરનારને પણ ખેડુત જેવુ સન્માન મળે તો જ આ વ્યવસાય કરવો. આવી વ્યવસ્થા ઉભી થશે તો દેશને જ લાભ છે. બાકી તો કિંમતી વિદેશી હુંડિયામણ વેડફીને ચામડુ બીજા દેશો પાસેથી ખરીદવુ પડશે. કદાચ ભવિષ્યમાં જો આવી વ્યવ્સથા ઉભી થાય તો તે ડીપાર્ટમેન્ટનો તમામ સ્ટાફ દલિત જ હોવો જોઈએ. શાફસફાઈની કામગીરી, કે મરેલા ઢોરને ઉપાડવાની કામગીરી કરનારને અહોભાવથી અને તેમને માન-સન્માન આપવાની માનસિકતા કેળવવી પડશે. માણસોના શરીર ખોલીને ઓપરેશન કરનાર, કેન્સર ગ્રસ્ત અંગો સામે આપણે જોતા જ સુગ થઈ જાય છે. તેવા અંગોની સારવાર કરનાર ડોકટરોને આપણે માનની નજરે જોઈએ છે. કેમ કે તેઓ માણસોનો ઈલાજ કરે છે. મરેલા ઢોરને ઉપાડી જઈ ગંદકીનો નિકાલ કરી ઉપયોગી ચામડુ નિકાળી આપનારને ગંદ ગણવામાં આવે છે. કેમ કે તેઓ મરેલા ઢોરનો નિકાલ કરે છે. ગંદકી દુર કરે છે. આવી માનસિકતા કેમ?

        સરકાર તાત્કાલિક રીતે દલિત અત્યાચાર અટકાવવા કડક કાયદાઓની જોગવાઈ નહી કરે તો ઘણા દલિતો ઉનાની બર્બરતા જોઈને કંપી ઉઠીને આત્મહત્યા કરી લીધી તેવા બનાવો બનશે તો તેની જવાબદારી સરકારની રહેશે. રોહિત વેમુલાન પડધા દેશભરમાં પડયા અને જે બદનામી દેશની દુનિયામાં થઈ. તેવી બદનામી ગુજરાત મોડલની થશે. ના છુટકે દલિતોએ ધર્માતંર કરવાની ફરજ પડશે,
આમ સરકારે દલિત અત્યાચાર અટકાવવો, અનામત કવોટાની નોકરીઓમાં તાત્કાલિક ભરતી કરવી ,આભડછેટની સમસ્યા દુર કરવી ઉનાના આરોપીઓને કડકમાં કડક સજા આપવી મંત્રીમંડળમાં દલિતોની સંખ્યા વધુ કરવી તે બાબતે સરકારે વિચારવુ રહ્યુ.

ભારતદેશના સર્વણ નાગરીકો, તમારા નામમાં જ સન્માનજનક શબ્દ વાપરવમાં આવ્યો છે. સવર્ણ એટલે સારી વર્ણ. શુ તમે ફકત તમારા સવર્ણા માટે જ સારા છો? તમારી પાસે શુ નથી જમીનો, મકાનો બંગલાઓ, ફેકટરીઓ, ઉધોગો, ઉચ્ચા હોદાઓ, નાણાની રેલમછેલ સન્માનજનક પરિસ્થિતિ. છતા પણ તમે જે કંગાલ છે. ગરીબ છે. તમારી ગંદકી દુર કરે છે, તમને તંદુરસ્ત રાખે છે, તમારા ધર, રસ્તા સાફ રાખે છે. તેવા લોકોને તમે હડઘુત કરો છો નિર્દયતાથી મારો છો. તેમની સાથે ભેદભાવ રાખો છે. શું તેઓ માણસ નથી. એક સવર્ણ વ્યક્તિ અને એક દલિત વ્યક્તિને વાધ,સિંહ જેવા પાણીઓ સામે મુકી દો શું તે વન્ય, વિકરાણ, પ્રાણીઓ ફકત દલિતને જ મારી નાખશે શું સવર્ણ વ્યક્તિને જવા દેશે તેને નહી મારે, મારશે જ જંગલી પ્રાણી માણસમાં ભેદ નથી જોતા તો સામાજીક પ્રાણી ગણાતા માણસો શા માટે તેમના જેવા જ માણસો માટે ભેદભાવ રાખે છે. શું દલિતો તમારા બંધુઆ ગુલામો છે. ગંદા કામ (સાફસફાઈના) તેમની પાસે કરાવવા છે અને તમારે ચોખ્ખા રહેવું છે. ફકત એક અકવાડીયુ સાફસફાઈ દલિતો બંધ કરી દે તો શહેરો, ગામડાઓ ર્નકાગારમાં ફેરવાઈ જશે. કદાચ ભવિષ્યમાં આવી નોબત દલિત સમાજલાવશે. સવર્ણ સમાજ દલિતો પર જે અત્યાચાર વર્ષાથી કરતો આવ્યો છે તે બંધ નહી કરવામાં આવે તો દલિતસમાજ હવે આવુ સાંખી લેવા તૈયાર નથી, બહુ થયુ હવે અટકી જાવ અને જો તમોને દલિતસમાજ કોઈપણ રીતે સ્વીકાર્ય જ ન હોય તો દલિતોને અલગ રાજય (દલિતસ્થાન) આપી દો. જેમ મુસ્લિમોને પાકિસ્તાન આપી દીધુ તે રીતે દલિતોને દલિતસ્થાન આપી દો. પાકિસ્તાન આપવા પાછળ પણ તમારો સવાર્થ,ભય,કાયરતા હતી. જો અખંડ ભારત રહ્યુ હોત તો આજના હિસાબે મુસ્લિમોની વસ્તી (ભારતની 25 કરોડ પાકિસ્તાનની 22 કરોડ, બાંગલાદેશની 17 કરોડ કુલ 64 કરોડ) હિંદુઓની વસ્તી સમકક્ષ હોત અને મુસ્લિમોની એકતા અને એક જ પક્ષને વોટ આપવાની રીત મુજબ ભારતમાં હિંદુઓનુ નહિ મુસ્લિમોનુ રાજ હોત. તેઓ શાશનકર્તા હોત. અને તેવા સંજોગોમાં હિંદુસ્તાન હિંદુસ્તાન મટી જાત અને નવુ નામ પડી ગયુ હોત. ડૉ. બાબસાહેબ આંબેડકરે દલિતસ્થાન માંગેલ પરંતુ તે માંગનો વિરોધ કરવામાં આવેલ કેમ કે, દલિતો અલગ થઈ જાય તો સર્વર્ણોની સેવા કોણ કરશે તેવો સ્વાર્થ તેમા રહેલો હતો કહેવાતા ગૌરક્ષકો ગાયો પાણતા નથી. ગાયો માલધારી, રબારી સમાજ પાળે છે, તે તેમની રોજગારી છે. ગૌરક્ષકો જો ખરેખર ગાયોને બચાવતા હોય તો રોજ હજારો કિલો ગૌમાસં કેમ પકડાય છે? સાચા ગૌરક્ષકો હજારો કિલો ગૌમાંસ પકડાવી દે છે મ્યુનિસિપાલિટીના અધિકારીઓ બારોબાર વેચાવી દે છે તેનો નાસ કરતા નથી તેવા કિસ્સા સ્ટીંગ ઓપરેશનથી પકડાયા છે. આવા અધિકારીઓને જાહેરમાં મારો, રાતના સમયે કારોમાં ગાયોને ચોરી જવામાં આવે છે. તેવા ગાય ચોરોને પકડો તેમને સજા અપાવો, રખડતી ગાયો માટે ગૌચરની જગ્યા ઉભી કરોવો.

       ગાય આપણી માતા છે. માતાને બચાવવી તે સાચા ગૌરક્ષકોની કામગીરી પ્રસંશનીય છે. સાચા ગૌરક્ષકોએ બની બેકેલા ગૌરક્ષકોની ઓળખ જાહેર કરી તેમને આ કામથી દુર કરવા જોઈએ. થોડાધણા કહેવાતા ગૌરક્ષકોના કારણે સાચા ગૌરીક્ષકોની બદનામી થાય છે.

        સવર્ણ સમાજ દલિતો સાથે જે ભેદભાવ રાખે છે. તેમાં પણ પાખંડ છે. થોડા સમય અગાઉ મારા પાસે એક દપંતિ આવેલ તેમણે મને પુછયુ કે આંતરજ્ઞાતિય (ઈન્ટરકાસ્ટ) લગ્નમાં સરકાર તરફથી સહાય મળે છે, તે વિષે માહિતી આપશો. તેમને તે માહિતી આપી અને મળે પુછયુ કે તમે કંઈ કેટેગરીમાં આવો છો. અને તમારી પુત્રએ કે પુત્રીએ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા છે?. તેમણે તેમની જાતિ જણાવી જે સવર્ણસમાજની જ્ઞાતિ હતી અને તેમની દિકરીએ દલિતસમાજના દીકરા સાથે પ્રેમસંબંધના કારણે લગ્ને કરી લીધેલ અમે તેમને પુછ્યુ કે દલિતસમાજ (ચમાર) નાં છોકરા સાથે તમારી દીકરીએ કોર્ટ મેરેજ કરી લીધા તો તમે કોઈ વિરોધ કર્યો નહી.તેમણે મને જણાવ્યુ કે, શુ કામ વિરોધ કરવાનો છોકરો ઉચ્ચ અભ્યાસ કરે છે, તેના માબાપ સરકારી નોકરી કરે છે. તેમનો બંગલો ગાડી છે. અને તે એકનો એક જ છોકરો છે. એક બહેન છે તે પરણીને ઓસ્ટ્રેલિયા જતી રહી છે. હું આશ્રયભાવે તેમની વાતમાં છલકાતી ખુશી જોઈ રહ્યો. ઉચ્ચ અભ્યાસ છલોછલ આર્થિકતા, ગાડી-બગંલો સામે જાતિ શુ વિસાત ધરાવે છે. ત્યારે આભડછેડ કંઈ બલા તેવો વિચાર પણ આવતો નથી. દલિતસમાજ માટે આવો પાખંડ,સવર્ણસમાજ ધરાવે છે. દલિતસમાજ અનામતથી થોડોઘણો આગળ આવ્યો તે પણ સવર્ણસમાજને ગમતુ નથી સરકારી કચેરીઓમાં પરમાર સાહેબ, મકવાણા સાહેબ, કહેવું ફકત કામ કઢાવવા જ બાકી તો તેવુ બોલવુ સવર્ણસમાજની મજબુરી હોય તેવુ લાગે છે. કામ પત્યા પછી બહાર આવીને તો સાહેબની જગ્યાએ જાતિગત સંબોધન જ મનોમન બોલાઈ જાય છે. શહેરોમાં કદાચ કાયદાના જ્ઞાનના કારણે અથવા તો પોતે છિછરા ન ગણાઈ જાય તેવા ડરથી દલિતસમાજ પ્રત્યે સવર્ણસમાજ નમ્ર રહેતો હશે. બાકી ગામડાઓમાં તો હજુ પણ રજવાડા જેવુ જ વાતાવરણ છે. ગામડા તો ભારતમાં નથી પણ પોતાનુ જ નાનકડુ રાજ્ય છે તેવુ ત્યાંનો સવર્ણસમાજ માને છે. દલિતોને ગામના છેડે રહેવાનુ, તેમના માટે આભડછેટ રાખવાની, મોટી ઉંમરની વડીલ જેવી દલિત વ્યક્તિને પણ તુંકારાથી બોલાવવી મગનભાઈ જેઠાભાઈ નામ હોય તો જેઠાનો મગનયો, તે રીતે ઓળખાણ આપવી, જાહેર સમારભોમાં આમંત્રણ તો દુરની વાત છે, દુર ઊભા રહીને જોવાનુ, મંદિરમાં તો ભૂલેચુકે પણ પગ ના મુકાય તેવી પરિસ્થિતિ છે. આ બધુ વર્ષોથી ચાલતુ આવે છે. આઝાદી પહેલા તો થોડા ધણા વ્યક્તિઓ આભડછેટ  દુર કરવા પ્રયત્નો કરતી હતી. જેમના નામ દલિત સમાજ પણ ગૌરવથી લે છે. પરંતુ તાજેતરમાં તો આવુ કોઈ નામ જણાતુ જ નથી શુ સમગ્ર સવર્ણસમાજે સંપ કરી લીધો છે કે અસ્પુસ્યતા બાબતે બાંધછોડ કરવી નહી દલિતોને દલિત જ રહેવા દેવા તેમને માણસ ગણવા નહિ ભલે, દલિતસમાજ પ્રત્યે આવુ જ વલણ ચાલુ રાખવામાં આવશે તો  દલિતો હવે શાંતિથી બેસી રહેશે નહી,
        ભારતમાં બીજા સમાજો કરતા દલિતસમાજ શાંત, સમજુ,નિરુપદ્રવી પ્રજા છે. જે મળે તેમાં ગુજારો કરે છે. રહેણીકરણીમાં પણ સારીરીતે રહે છે. દેવું કરીને પણ સામાજીક પ્રસંગો પાર પાડે છે. સંતાનોને શિક્ષણ અપાવવા જાત ધસી નાખે છે. પુરેપુરા દલિત સમાજને અનામતનો લાભ મળેલ નથી. મારા આખા પરિવારમાં અનામત મુજબ કોઈને સરકારી નોકરી મળી નથી મે 1990 માં પોસ્ટ ગેજ્યુએટની ડીગ્રી મેળવેલ છે. ગુજરાતીમાં તે વખતે સ્ટેનોની પરીક્ષા 75 ની સ્પીડ મુજબ પાસ કરેલ છે. કેન્દ્રસરકારની દરેક પરીક્ષાઓ આપેલ છે. પરંતુ એક નાની નોકરી પણ અનામત મુજબ મળી ન હતી. છેવટે LL.B  કરીને વકીલાત શરુ કરી. કહેવાનો અર્થ એ છે કે, પુરો દલિસમાજ સરકારી નોકરીઓ લઈને બેસી નથી ગયો. અનામત કવોટા પુરેપુરો ક્યારેય ભરાતો જ નથી. અને અનામત કોઈ જાદુની છડી તો નથીજ જે, મળી જવાથી જે તે સમાજ આગળ આવી જશે. આપણા રીર્ઝવ બેન્કના ગર્વનર રધુરામ રાજને પણ તાજેતરમાં જણાવેલ કે દલિતોને અનામત કરતા ધંધા. વ્યવસાયમાં વધુ લાભ છે. સુખી, સમપન્ન સમાજો પણ અનામત મેળવવા ઝઝુમી રહ્યા છે.

        અને, સૌથી મોટી વાત તો એ છે કે દલિતસમાજ ક્રિમિનલ માઈન્ડ ધરાવતો નથી. ચોરી, લુટંફાટ જુગાર, વ્યસનોથી દુર છે. વર્ષો અગાઉ જેવા શરાબીઓ હવે ખુબ જ નજીવાછે. માંસાહારનું પ્રમાણ ખુબ જ ધટી ગયેલ છે.  માંસાહારના ભાવ પણ દલિતોને પોષાતા નથી. (ભારત સૌથી મોટો માંસ નિકાસ કરતો દેશ બની ગયો છે. વર્ષ 2014-2015માં 15,91,571 મેટ્રીક ટન ગૌમાંસ (કિંમત રૂ. માં લગભગ 32 હજાર કરોડની નિકાસ ભારતે કરી હતી. ગુજરાતમાં વર્ષે 25 લાખ કિલો માંસાહાર થઈ રહયો છે શું આટલુ બધુ માંસ દલિતો ખાય છે.) દલિતોએ માંસાહાર માટે આજસુધીના ઈતિહાસમાં એકપણ પ્રાણીની કતલ કરી નથી. માંસમટનની દુકાનો  દલિતો ધરાવતા નથી. (ગૌમાંસ વિષે ચોંકાવનારી બાબત એ છે કે પ્રતિબંધ મુજબ ગૌમાંસ ક્યારેય બજારમાં આવતુ નથી. તે ચોક્કસ ચાહકોમાં વહેચાઈ જાય છે. જેનો ખુબ જ ઉચો ભાવ લેવામાં આવે છે.) દલિતોએ ક્યારેય પણ ગાયો ભેંસોની ચોરીઓ કરી નથી, કે ચોરીને તેની કતલમાં સંડોવાયેલા નથી. સરવાળે દલિતસમાજ ગુનાહિત માનસ ધરાવતી પ્રજા નથી. પરંતુ ઉના જેવા અત્યાચારોને દયાનમાં લઈ હવે દલિતસમાજે થોડા અગત્યના મુદાઓ પર દયાન આપવુ જોઈએ.

1. દલિત એકતા મજબુત કરે. હિંદુસ્તાન ટોળશાહી દેશ છે, જેનુ ટોળુ મોટુ તેની તાકાત વધુ . વિભાજન થઈને અત્યાચારો સહન ના કરો. L.C માં પેટાજ્ઞાતિમાં ફકત SC લખાવો દલિતોની અલગ અલગ પેટાજ્ઞાતિઓએ આંતરિક લગ્નસંબંધ શરૂ કરવા જોઈએ. (આર્થિકરીતે સમાનતા જોઈને તથા ઉચ્ચ અભ્યાસની સમાનતા જોઈને પણ શરૂ કરો.) સૌરાષ્ટમાં ચાલે છે તે મુજબ.
2. વ્યસનો ઓછા કરો. ધુમધામથી લગ્ન સમારંભો ના કરો. તે પૈસા વરવધુને કેપીટલ મુડી તરીકે આપી નાનો મોટો બિઝનેશ કરાવો.

3. સરકાર ઉપર બહુ આશા ન રાખો. હમણા જ એક ગામમાં બીજા સમાજોના પાકા સ્મશાનગૃહો સામે દલિતસમાજનુ કોઈ પાકુ સ્મશાનગૃહ જ નથી તેવા ફોટોગાફ અખબારમાં છપાયા હતા. સરકારમાં ઘણી રજુઆતો કરી, પરંતુ સરકાર પાકુ સ્મશાનગૃહ બાંધ આપતી નથી. શું તે ગામમાં કોઈ ભામાશા બનવા તૈયાર નથી કે જે પાકુ સ્મશાનગૃહ બનાવી આપે અથવા તો ધરદીઠ એક હજાર રૂ. ઉધરાવીને પણ પાકુ સ્મશાનગૃહ બનાવી શકાય.(મહારાષ્ટના વાશિમ જિલ્લાના કલમબેશ્ર્વર ગામે દલિત બાપુરાવ તાંજેને ગામના કુવામાંથી પાણી ભરવા ન દેતા તેણે જાતે એકલાએ ફકત 40 દિવસમાં કુવો ખોદીને પાણી ધર આગંણે જ લાવી દીધુ.

4. વ્રત,નેજાઓ કાઢવા બંધ કરી દો-ગામડાઓમાં દલિતોને મંદિરપ્રવેશ આપતા નથી. તો  તેમના મંદિરોમાં આપણે જવુ જ ન જોઈએ, તે આગ્રહ જ પડતો મુકો.ડૉ. બાબસાહેબની પ્રતિમાં સ્થાપિત કરી તેમના દર્શન કરવા જાવ.

5. રાજકીયરીતે દલિતો ક્યારેય એકજુટ થતા નથી તેઓ વોટની કિંમત જ જાણતા નથી. વિભાજીત વોટીંગના સ્થાને મુસ્લિમોની જેમ બહુમતીથી એક જ પક્ષને મત આપી, આપણા અમુલ્ય મતનો લાભ ઉઠાવો. સુશ્રી માયાવતીની જેમ અલગ પક્ષ સ્થાપી, અથવા તો માયાવતીના જ પક્ષમાં સમગ્ર સમાજે જોડાઈને તેમની જેમ સતા મેળવવી જોઈએ.તો  બીજા સમાજો જેમ સતામાં દલિતો આવી શકે છે.  

6. દલિતસમાજને એક ક્રાંતિકારી યુવા નેતા મળી ગયેલ છે. તેને આગળ લાવી. તેના જેવા વિચારો ધરાવતા યુવાનોએ તેને સાથ આપી, હાલમાં યોગ્ય દલિતનેતા નથી તેની ઉણપ પુરી કરવી જોઈએ, જીગ્નેશ મેવાણી આપણો યુવાનેતા છે, તેને વિરાટ દલિતનેતા બનાવી દો.

7. હાલના ચુંટાયેલા ધારાસભ્યો જે ઉનાકાંડ બાબતે દલિતસમાજ માટે સહાનુભૂતિનો એક શબ્દ બોલ્યા નથી તેમનો બહિષ્કાર કરો.

        છેલ્લે, દલિતસમાજ માટે ડૉ. બાબાસાહેબે જે સંદેશાઓ આપેલ તે વારંવાર દોહરાવવા કેમ પડી રહયા? છે, 70 વર્ષ અગાઉ તેમણે જે બાબતો પર ભાર આપ્યો હતો તે બાબતો ઉપર દલિતસમાજે ધ્યાન આપવાનુ શરૂ કરી દેવુ પડશે, નહિ તો 500 વર્ષ પછી પણ દલિત અત્યાચાર અખબારના હેડીગં બનશે, જીગ્નેશ મેવાણી જેવાનુ યોગદાન, દલિતોના ક્રાંતિકારી વિચારો, પત્રિકાઓ, લેખો બધુ જ નિરર્થક બનીને રહેશે. 500 વર્ષ પછી પણ રેલીઓ, આંદોલનો ઉપવાસો કરવા પડે તેવુ આપણા વંશજોને આપણે આપીને જવાનુ નથી.  અસ્તુ,  
                                                                         અશ્ર્વિનકુમાર જે. સિંહગઢ          
                                                               (એડવોકેટ)

(ઉપરોકત લેખ, પુસ્તકો, અખબારો, જોયેલ, જાણેલ, સાંભણેલ, અનુભવેલ, હકિકતો, ઉપરથી લખેલ છે.

અમદાવાદ,  
તારીખ: 14/08/2016                          
શુભેચ્છકો
હરિશકુમાર સી. સેંગલ.                      અશોક કે. સેગલ
મનુભા એન. ઝાલા                          નરેન્દ્રસિંહ ઝાલા
મયુર પટેલ                                  જગદીશ બી. પરમાર
આર્યક સિંધલ                                આર્યમી સિંધલ
અશોક ડી. પરમાર                           નિશુ સેંગલ
મનિષ પરમાર                               ગણપત એમ.સોનારા(એડવોકેટ)



No comments:

Post a Comment